વેડીંગ એનીવર્સરી પર સુષ્માએ શેર કરી લગ્ન સમયની તસવીર

Update: 2016-07-13 12:27 GMT

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તેમની લગ્નતિથિની ઉજવણી કરી રહ્યા છે. સુષ્માએ તેમના લગ્ન સમયની તસવીર ને ટ્વિટર પર શેર કરીને અભિનંદન પાઠવનાર લોકોનો આભાર માન્યો હતો.

સુષ્માએ શેર કરેલી તસવીર માં તેઓ નવવધૂના રૂપમાં તેમના પતિ સ્વરાજ કૌશલ સાથે દેખાઇ રહ્યા છે. સુષ્માના પતિ સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ છે. સુષ્માની ટ્વિટને અત્યારસુધીમાં 4600 લાઇક મળી ચૂકી છે.

સુષ્મા સ્વરાજ ઇમર્જન્સીના વખતમાં 13 જુલાઇ, 1973ના રોજ સ્વરાજ કૌશલ સાથે લગ્નગ્રંથિથી બંધાયા હતા.

Similar News