‘શિવાય’ની હિરોઇનની ઝલકવાળુ પોસ્ટર રીલિઝ

Update: 2016-06-19 05:05 GMT

અજય દેવગણની આગામી ફિલ્મ ‘શિવાય’ દિવાળી પર રીલિઝ થવાની છે. ‘શિવાય’ની હિરોઇન સાયેશાની ઝલકવાળું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે.

સાયેશા ખૂબ સારી ડાન્સર છે. તેને નાનપણથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો. તે સાયરાબાનુની ભત્રીજીની દિકરી છે.

સાયેશા અજય દેવગણની ડિરેક્શન પ્રતિભાથી ખૂબ જ પ્રભાવિત થઇ હતી. તેણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અજય દેવગણ ઘણાં વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે અને તેમને ઘણો અનુભવ છે.

વધુમાં સાયેશાએ જણાવ્યું હતું કે અજય દેવગણ જેવા કલાકાર સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરવી તેનાથી સારું કંઇ ન હોઇ શકે. આ ફિલ્મ તેમના માટે એક યાદગાર અનુભવ હોવાનું ગણાવ્યું હતું.

સાયેશાના જણાવ્યા મુજબ તે પોતાની ઉંમરની કોઇપણ હિરોઇનને પ્રતિસ્પર્ધી માનતી નથી. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બધા માટે ઘણું કામ છે.

Similar News