સરકારી યોજનાઓ અને બેંકનાં ખાતા સાથે આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ

Update: 2017-12-15 07:51 GMT

સુપ્રીમ કોર્ટે બેંક એકાઉન્ટ સહિતની બધી સરકારી યોજનાઓમાં આધાર લિંક કરવાની તારીખ 31 માર્ચ સુધી વધારી દીધી છે. કોર્ટે આધારને પડકાર આપનારી એક પીટીશન પર આ ઓર્ડર કર્યો છે, હવે આધારની ડેડલાઇન 31 માર્ચ રહેશે. સુપ્રીમની 5 જજોની બંધારણીય પીઠે આ આદેશ આપ્યો છે.

આ પહેલા આધાર સાથે મોબાઇલ નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી હતી જેને હવે 31 માર્ચ કરવામાં આવી છે. જેની પાસે આધાર નથી તેઓ નવું બેંક એકાઉન્ટ 31 માર્ચ સુધી આધાર વિના ખોલી શકશે.

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ કે સીકરી, એ એમ ખાનવિલકર, ડી વાઇ ચંદ્રચૂડ અને અશોક ભૂષણની કોન્સ્ટીટ્યૂશન બેન્ચ આ કેસ મામલે સુનાવણી કરી છે.

 

Similar News