સીએ ફાઇનલની પરીક્ષામાં અમદાવાદનાં ત્રણ વિદ્યાર્થીઓ દેશનાં ટોપ 50માં ઝળક્યા

Update: 2018-01-18 05:41 GMT

આઈસીએઆઈ દ્વારા સીએ ફાઈનલનું અને સીપીટી પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું પરિણામ 22.76 ટકા આવ્યું છે. અમદાવાદનાં ત્રણ વિદ્યાર્થી દેશનાં ટોપ 50 રેન્કમાં આવ્યા છે અને જેમાં બે વિદ્યાર્થિનીઓ છે.

અમદાવાદ માંથી ટોપ ત્રણ વિદ્યાર્થીમાં પ્રથમ ક્રમે પ્રાપ્તિ પંચોલી આવી છે. પ્રાપ્તિએ ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક મેળવ્યો છે. બીજા નંબરે કિશન મેર આવ્યો છે અને જેણે દેશમાં 29મો નંબર મેળવ્યો છે. ત્રીજા નંબરે આવેલી કલ્યાણી મહેતાએ 31મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે.

અમદાવાદ સેન્ટર નું પરિણામ 28.33 ટકા રહ્યુ છે. અમદાવાદ સેન્ટર માંથી નવેમ્બર 2017ની ફાઈનલ પરીક્ષામાં બંને ગૃપમાં 1020 વિદ્યાર્થી બેઠા હતા. જે માંથી 289 વિદ્યાર્થી પાસ થતા એકંદરે 28.33 ટકા પરિણામ આવ્યુ છે. ગ્રુપ-1માં 1105 માંથી 218 પાસ થતા 19.73 ટકા, ગૃપ-2માં 1323 વિદ્યાર્થી માંથી 185 પાસ થતા 13.98 ટકા પરિણામ આવ્યુ છે. ગત મેના પરિણામની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 1.45 ટકા જેટલુ વધ્યુ છે.અમદાવાદ ચેપ્ટરનું ગત મે-2017નું પરિણામ 26.88 ટકા હતુ.

 

Similar News