સુરત : કતારગામના હીરા યુનિટોમાં એકસાથે 16 રત્ન કલાકારોને આવ્યો કોરોના પોઝિટિવ, જાણો પછી મનપાએ શું કર્યું..!

Update: 2020-09-15 11:08 GMT

સુરત જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ એચ.વી.કે ડાયમંડ કંપનીના 16 જેટલા રત્ન કલાકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા દ્વારા હીરા યુનિટોને બંધ કરાવવાની ફરજ પડી છે.

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જે તે હીરાના યુનિટોમાં કોરોનાના કેસ વધે તે યુનિટને મનપા દ્વારા બંધ કરાવવામાં આવે છે, તેવામાં સુરતના કતારગામ ખાતે આવેલ  એચ.વી.કે. ડાયમંડ યુનિટમાં રેપિડ ટેસ્ટ દરમ્યાન એક સાથે 16 જેટલા રત્ન કલાકારોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. મનપા દ્વારા તાકીદે એચ.વી.કે. ડાયમંડ યુનિટને બંધ કરાવવામાં આવ્યું હતું. તો સાથે જ નજીકમાં આવેલ અન્ય 3 યુનિટોમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવતા તે યુનિટોને પણ બંધ કરાવવામાં આવ્યા હતા. અત્રે મહત્વનું છે કે, હીરાના યુનિટમાં રત્ન કલાકારોમાં કોરોનાનો ચેપ લાગવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મનપા દ્વારા ગંભીરતા દાખવી કારખાના બંધ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે

Tags:    

Similar News