સુરત : રીક્ષામાં મુસાફરી કરતાં પહેલા ચેતજો, તમારી બાજુમાં બેઠેલા લોકો હોય શકે છે ચોર

Update: 2019-11-05 11:16 GMT

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં રીક્ષા ચાલક સહિત

મુસાફરના સ્વાંગમાં બેઠેલા લોકોએ અન્ય મુસાફરોની નજર ચૂકવી રોકડ રકમની ચોરીની

ઘટનાને અંજામ આપતા 4 સાગરીતોને

પોલીસે ઝડપી લીધા હતા.

સુરત શહેરમાં રીક્ષા ચાલક જ પોતાના સાગરિતોને

રીકશામાં મુસાફરોના સ્વાંગમાં બેસાડી અન્ય મુસાફરોના ખિસ્સા ખંખેરી લેતા ઝડપાયો

છે. મળતી માહિતી અનુસાર, અબ્દુલ

ગની અન્સારી નામના યુવક સહારા દરવાજા ખાતેથી રીક્ષામાં બેસી પોતાના ઘરે જવા

નીકળ્યા હતા. તે દરમ્યાન ઓટો રીક્ષામાં પહેલાથી જ મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ચાલક

સહિત 4 લોકોએ

આગળ-પાછળ ખસી બેસવાનું કહી અબ્દુલની નજર ચૂકવી રૂપિયા 21,500 ભરેલ પર્સની ચોરી કરી હતી. જે બાદ રસ્તા વચ્ચે જ

અબ્દુલને ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં અબ્દુલે સમગ્ર હકીકત

પરિવારજનોને કરતાં અબ્દુલના સબંધી દ્વારા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ

નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઓટો

રીક્ષા નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સાબીર ઉર્ફે બિન્નોરી શકીલ શાહ, મોસીન મજીદ શેખ, સમીર અનવર સૈયદ તેમજ મુબિન ઈકબાલ શાહ નામના  આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News