સુરત સાયણ રેલવે ટ્રેક પાસે ૭.૪૨ લાખની કિંમતનો બિનવારસી ગાંજો મળ્યો

Update: 2018-05-04 14:10 GMT

સુરત રેલવે પોલીસની એન.ટી.પી.એસ સ્ક્વોડ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ઓરિસ્સા તરફથી આવતી અમદાવાદ-પુરી એક્ષપ્રેસ ટ્રેનમાં ગાંજોનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી એલર્ટ થઈ પોલીસે વોચ ગોઠવતા સાયણ રેલવે ટ્રેક પાસે બિનવારસી હાલતમાં ૭.૪૨ લાખનો ૧૨૩ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. હાલતો, રેલ્વે પોલીસે ચાલુ ટ્રેનમાંથી કોઇ અજાણ્યા ઇસમો દ્વારા પકડાઇ જવાની બીકે આ ગાંજો બહાર ફેંક્યો હોય તેવું અનુમાન લગાવ્યું છે. રેલ્વે પોલીસે કુલ ૧૨૩ કિલો કિંમત ૭.૪૨ લાખનો બિનવારસી ગાંજો કબ્જે કરી આરોપીને શોધવા વધુ તપાસ હાથધરી છે.

Similar News