હાથરસ જઇ રહેલાં રાહુલ ગાંધીની પોલીસે કરી ધરપકડ, કોંગ્રેસ આકરા પાણીએ

Update: 2020-10-01 17:06 GMT

ઉત્તર પ્રદેશ પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરતા ભરૂચ સહિત રાજયભરમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. 

ઉત્તર પ્રદેશની હાથરસ ગેંગ રેપ ઘટનામાં પીડિતાના મૃત્યુ બાદ યુપીની ભાજપ સરકાર પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ગુરૂવારના રોજ પીડિતાના પરિવારને મળવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે અટકાવ્યા હતા ત્યાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી જે બાદ પોલીસે રાહુલ ગાંધીની અટકાયત  કરી હતી. પોલીસ સાથેની માથાકુટમાં રાહુલ ગાંધી પડી જતાં તેમને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ કોંગ્રેસ આકારા પાણીએ જોવા મળી રહી છે. ભરૂચ, વડોદરા, ભાવનગર, ભુજ સહિતના શહેરોમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધાં છે. 

Tags:    

Similar News