હાસ્ય લેખક તારક મહેતાનું 88 વર્ષની જૈફવયે નિધન

Update: 2017-03-01 05:28 GMT

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદ ખાતે તેઓના નિવાસ્થાને લાંબી માંદગી બાદ નિધન થતા તેમના પરિવાર સહિત ચાહક વર્ગમાં શોકની કાલિમા છવાય ગઈ છે.

તારક મહેતાની કોલમ દુનિયાને ઉંધા ચશ્મા થી તેઓ ખુબજ લોકપ્રિય બન્યા હતા, તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક પણ તેઓની કોલમ દુનિયાના ઉંધા ચશ્મા પરથી જ બનાવવા આવી છે. આ ટીવી સિરીયલ બાદ તારક મહેતા દેશભરમાં વધુ જાણીતા બન્યા હતા.

અત્યાર સુધીમાં તારક મહેતાના 80 પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે.જાણવા મળ્યા મુજબ તારક મહેતા છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા હતા, અને લાંબી માંદગી બાદ તેઓએ પોતાના નિવાસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.તેઓના નિધનને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે, જ્યારે તેઓના ચાહક વર્ગમાં પણ ગમગીની પ્રસરી ગઈ છે.

પરિવારજનોએ તેઓના દેહનું દેહદાન કરવાનો નિર્ણય લીધો છે.

Similar News