અમરેલીના સરંભડા ખાતે નેતા વિપક્ષ ધાનાણીના હસ્તે કરાયું ધ્વજ વંદન

New Update
અમરેલીના સરંભડા ખાતે નેતા વિપક્ષ ધાનાણીના હસ્તે કરાયું ધ્વજ વંદન

આજે 73 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ અમરેલીના સરંભડા પ્રાથમિક શાળા ખાતે કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને એકતા અખંડિતાનો રાષ્ટ્ર જોગ સંદેશ પાઠવ્યો હતો.

આજે 15 મી ઓગસ્ટ એટલે 73 મો સ્વતંત્ર દિવસ તો નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો આજે 44 મો જન્મદિવસ સાથે રક્ષાબંધનનો ત્રિવેણી સંગમ છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સવારે ગાયમતાને રોટલી નાખીને અમરેલીના સરંભડાની પ્રાથમિક શાળા ખાતે 15 મી ઓગસ્ટના 73 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા ને આજે પોતાના 44 માં જન્મદિવસના પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં દેશની એકતા અખંડિતા અંગે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કર્યા હતા.

Latest Stories