/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/phpThumb_generated_thumbnail-4.jpeg)
અમરેલી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવતા પવનના સુસવાટા સાથે વરસાદ વરસી પડયો હતો. વરસાદના કારણે ખેતરમાં તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
અમરેલીમાં આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્ય હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને પવનના સુસવાટા સાથે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીને કારણે લોકો બફારાનો સામનો કરી રહ્યા હતાં. અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બીજી બાજુ ખેડૂતો દ્વારા ખેતરમાં તૈયાર થયેલ પાક જેવા કે મગફળી, કપાસ વરસાદી પાણીના કારણે ખેડૂતો ભારે નુકસાન પહોંચ્યુ છે. અમરેલીના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા સહિત પવન ફુંકાવાના બનાવો બન્યા છે. વરસાદી ઝાપટા પડવાના કારણે ખેતી તૈયાર થયેલ પાકને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે.