/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/04154457/maxresdefault-52.jpg)
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ખાતે માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે 542 જેટલા મતદાતાઓ મતદાન કરી સારા ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. જોકે બન્ને પક્ષોએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.
રાજુલા તાલુકામાં માર્કેટીંગ યાર્ડની 14 બેઠક ઉપર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે, ત્યારે 10 બેઠક માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં 21 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 4 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. ચૂંટણી દરમ્યાન ભાજપ પક્ષની પેનલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 542 મતદાતાઓ 10 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સહકાર પેનલ માટે સાંસદ સભ્ય નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ, તો સાથે જ ખેડૂત પરિવર્તન પેનલ માટે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને કોંગ્રેસના આગેવાનોએ પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. સમગ્ર ચૂંટણીમાં સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવી હતી, ત્યારે બન્ને પક્ષોએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.