ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક  મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

ભરૂચના અંગારેશ્વર ગામના અને  ઇલેક્ટ્રિશિયનનું છૂટક કામ કરતા અરવિંદ વસાવા શુકલતીર્થ ગામમાં રામજી મંદિર તરફ જવાના રસ્તે આવેલ આઈ.ટી.આઈ. પાસે ઇલેક્ટ્રીકનું કામ કરવા આવ્યા હતા. જેનું વીજ કરંટ લાગતાં  વીજ પોલ પર જ દર્દનામ  મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.બનાવની તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કોઈ પણ જાતના સેફટીના સાધનો વગર ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન છે