અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

જીઆઇડીસીમાં કરાયુ આયોજન

ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી

સ્પોર્ટ્સ કોમ્પ્લેસ ખાતે ઉજવણી કરાય

આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડી એ આણંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોચ અને ગુરુજનોનું બહુમાન કરાયુ હતું.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી એ આણંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુરુપૂર્ણિમાના  પર્વની ઉજવણી કરવામાં આવી હતી હતી.કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે એ.આઈ.ડી.એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કો-કન્વીનર  સુભાષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ભાજપના પૂર્વ મહામંત્રી અલ્પેશ પટેલ તેમજ એ.આઈ.ડી.એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એડમિનિસ્ટ્રેટર કૃષ્ણા મહા રાહુલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ કોચ અને ગુરુજનોનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ગુરુપૂર્ણિમાના મહત્ત્વ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં ગુરુઓના માર્ગદર્શન, શિસ્ત અને જીવન ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.