આણંદ : ખડોલ અને આંકલાવ પંથક હિબકે ચઢયું, અંબાજીના મૃતકોની નીકળી અંતિમયાત્રા

New Update
આણંદ : ખડોલ અને આંકલાવ પંથક હિબકે ચઢયું, અંબાજીના મૃતકોની નીકળી અંતિમયાત્રા

અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે લકઝરી બસ પલટી જતાં આણંદ જિલ્લાના આંકલાવ ખડોલ અને દાવોલ સહીતના ગામોના 21થી વધારે શ્રધ્ધાળુઓના મોત થયાં હતાં. આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા શ્રધ્ધાળુઓના નશ્વર દેહ તેમના નિવાસે લવાયા ત્યારે આખો પંથક હિબકે ચઢયો હતો.

અંબાજી ખાતે થયેલ ગોજારા અકસ્માતમા આણંદના ખડોલ તેમજ આજુ બાજુના વિસ્તારના ૨૧ જેટલા યાત્રીકોના મોત થયાં હતાં. તેઓ 29મીના રોજ ખાનગી લકઝરી બસમાં અંબાજી ખાતે માતાજીના દર્શન માટે ગયાં હતાં. તેઓ અંબાજીથી પરત ફરી રહયાં હતાં તે વેળા ત્રિશુલીયા ઘાટ પાસે લકઝરી બસ પલટી મારી ગઇ હતી. ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલાં શ્રધ્ધાળુઓના નશ્વર દેહને તેમના નિવાસે લાવવામાં આવ્યાં હતાં. એક સાથે 21 લોકોના મોતને પગલે લોકો હીબકે ચઢયાં હતાં.

સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ, પુર્વ સંસદ દીલીપ પટેલ, ધારસભ્ય અમિત ચાવડા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નટવસિંહ મહીડા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓએ દોડી જઇ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ખડોલ ગામમાં એક સાથે મૃતકોની અંતિમયાત્રા નીકળતાં સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી. બીજી તરફ રાજય સરકારે પણ મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અશ્રુના દરિયા વચ્ચે તમામના નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન થઇ ગયાં હતાં.

Latest Stories