/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-11.jpg)
રાજય સરકાર એક તરફ ભણશે ગુજરાતનું સુત્ર આપે છે પણ બીજી તરફ સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને અનેક દુવિધાઓ પાર કરી શાળાએ પહોંચવું પડતું હોય છે. પાટણ જિલ્લાના સાંતલપુર ગામના મઢુંત્રા ગામના બાળકોને 3 કીમી સુધી કિચડમાં ચાલીને શાળામાં જવાની ફરજ પડી છે.
રાજયમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે મહોત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ શાળાઓમાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે. સુવિધાઓ વિના સરકારનું ભણશે ગુજરાતનું સ્લોગન સાર્થક થતું ન હોય તેમ લાગી રહયું છે. આપ જે દશ્યો જોઇ રહયાં છો તે પાટણના સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામના છે. જ્યાં શાળાએ જવા માટે બાળકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આ દ્રશ્યો અહીંયા દરરોજ સર્જાય છે ગામના બાળકો ઘણાં સમયથી મુશ્કેલીઓ વેઠીને પણ શાળાએ પહોંચે છે.
શાળા તરફ જતો રસ્તો કાચો હોવાથી ચોમાસામાં કિચડ થઇ જાય છે. પાકો રસ્તો બનાવવા માટે લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર તરફથી નકકર પગલાં ભરવામાં આવતાં નથી. કુંભકર્ણની નિદ્રામાં પોઢેલાં તંત્રને જગાડવા બાળકોને પડતી મુશ્કેલીઓનો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાતના સરકારના પ્રયાસો વચ્ચે લાખો રૂપિયાના ખર્ચાઓ જાણે વ્યર્થ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ખભે દફતર અને હાથમાં ચપ્પલ લઈ શાળાએ જતાં બાળકોની મુશ્કેલીઓ ઓછી કરે છે તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.