• અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજના જન્મોત્સવની ઉજવણી

  • ખેતેશ્વર સર્કલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • 108 દિવડાની મહાઆરતી યોજાય

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરમાં વસતા રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજના જન્મોત્સવ નિમિત્તે 108 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ ખેતેશ્વર સર્કલ ખાતે 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામકુંડ તીર્થ ક્ષેત્રના ગંગાદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાજપુરોહિત સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં જોડાઈ બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજની આરતી ઉતારવાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી