અંકલેશ્વર: રાજપારડી નજીક ટ્રક ચાલકને માર મારી લૂંટ કરનાર 5 આરોપીઓની ધરપકડ

New Update
અંકલેશ્વર: રાજપારડી નજીક ટ્રક ચાલકને માર મારી લૂંટ કરનાર 5 આરોપીઓની ધરપકડ

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ટ્રક ચાલકને માર મારી લુંટ કરનાર 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ત્રણે દિવસ પહેલા સુરતના એક ટ્રકચાલકને માર મારીને તેની પાસેથી રૂપિયા 20 હજારની લૂંટ ચલાવી પાંચ ઇસમો ફરાર થઇ ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસ મથકે ગુનો નોધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે રાજપારડી ચાર રસ્તા ખાતે ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસીને આ ગુનામાં સંડોવાયેલા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.

પોલીસે આ ગુનામાં વપરાયેલ બે મોટરસાયકલ તેમજ રૂપિયા 20 હજાર પણ રિકવર કર્યા છે. પોલીસે નર્મદા જીલ્લામાં રહેતા રવિન્દ્ર વસાવા સુરજ વસાવા, મિથુન વસાવા, સુરેશ વસાવા અને કિશન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.