ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તાર સ્થિત સ્વર્ણિમ પાર્ક ખાતે 3 વર્ગના યોગ સાધકો અને અન્ય મહાનુભાવોનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ વર્ગ અંકલેશ્ર્વર નગરમાં 3 સ્થળોએ ટ્રેનર હિના ચૌહાણના માર્ગદર્શન અને સંચાલનમાં કાર્યરત છેત્યારે ત્રણેય વર્ગના યોગ સાધકો અને અન્ય મહાનુભાવોનું દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તાર સ્થિત સ્વર્ણિમ પાર્કમાં ઉઘડતી ઉષાએ યોજાયું હતું.

સ્નેહમિલન કાર્યક્રમ પ્રારંભે મેડિટેશન અને પ્રાર્થના બાદ મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નગરના જાગૃત સમાજ સેવક અને પૂર્વ શિક્ષક પ્રવીણ મોદીની અધ્યક્ષતામાં GIDC યોગ વર્ગોના કોચ અશોક ઓઝાવિરેન્દ્રભાઈશીતલબેન તેમજ વિશાળ સંખ્યામાં GIDC અને નગરના સ્વાસ્થ્ય માટે ચિંતિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.