/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/05.png)
અંકલેશ્વર વાલીયા ચોકડી નજીક બાઇક ચાલકને એસ.ટી.બસે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેને તત્કાલ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.
અંકલેશ્વર વાલીયા ચોકડી નજીક હવામહેલ પાસેના હાઇવે ઉપર સરકારી એસ.ટી.બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં પુર ઝડપે ધસી આવેલ એસ.ટી. બસ નં. GJ-18-Z-2151ના ચાલકે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલ બાઇક નં.GJ-16-AE-6303ના ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતના પગલે લોક્ટોળા એકત્ર થયા હતા.એસ.ટી.બસે ટકકર મારતા બાઇક ચાલક બાઇક સાથે નીચે ઉછળીને પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર ઘાયલ બાઇક ચાલકને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે એસ.ટી.ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.