/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/29153100/maxresdefault-360.jpg)
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સૌના કાળજા પીગળાવી દીધાં હતાં. વાછરડાને જન્મ આપ્યાં બાદ તરત જ ગાયમાતાનું નિધન થયું હતું. ગાયના મૃતદેહને જયારે અંતિમ ક્રિયા માટે લઇ જવાતો હતો ત્યારે વાછરડાએ વાહનની વચ્ચે આવી વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો.
માત્ર માનવીઓમાં જ સંવેદના હોય તેવું નથી પ્રાણીઓમાં જ સંંવેદના હોય છે અને આવો જ એક અનોખો કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો હતો. વાત એમ બની કે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો. વાછરડાને જન્મ આપી ગાય ફાની દુનિયાને અલવિદા કહી અનંતની સફરે નીકળી પડી હતી. તાજુ જન્મેલું વાછરડું માતાના વિયોગમાં તેના મૃતદેહની આસપાસ આટા મારી રહયું હતું. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા લોકોએ ગાયના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વાહનમાં ચઢાવ્યું હતું. વાહનને જયારે ચાલુ કરવામાં આવ્યું ત્યારે વાછરડાએ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. માતાના વિયોગમાં ઝુરતા વાછરડાએ સૌની આંખો ભીની કરી દીધી હતી. મા વિહોણા બનેલાં બચ્ચાને નગરપાલિકાના એક કર્મચારીએ દત્તક લઇ તેનું ભરણ પોષણ કરવાનો નિર્ણય લીધો છે. હજારોમાં બનતાં આવા એક કિસ્સાએ માત્ર માનવીઓ જ નહી પણ પ્રાણીઓમાં પણ સંવેદના રહેલી હોવાની બાબતને સાર્થક કરી છે.