New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/22121431/1-2-3.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની જલધારા ચોકડી સ્થિત સાઇ શ્રધ્ધા કો-ઓપરેટિવ સોસાયટીના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જલધારા ચોકડી સ્થિત સાઇ શ્રધ્ધા કો-ઓપરેટિવ સોસાયટીમાં રહેતા મુકેશકુમાર જૈનએ પોતાની બાઇક નં. GJ 16 BE 0057ને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન ગત તા. 18 નવેમ્બરના રોજ કોઈ વાહન ચોર ત્રાટકી આશરે રૂપિયા 25 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, ત્યારે સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories