અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક આદિત્ય નગર સોસાયટી સામે અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર–વાલિયા રોડ પર પસાર થતું એક ઇક્કો કાર અચાનક રસ્તા બાજુની ગટરમાં ખાબકી હતી.આ ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોએ તરત જ મદદ માટે સંપર્ક કર્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે.
