અંકલેશ્વરમાં FB એકાઉન્ટ ઉપર બાબા સાહેબ આંબેડકર પર અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

New Update
અંકલેશ્વરમાં FB એકાઉન્ટ ઉપર બાબા સાહેબ આંબેડકર પર અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

ચિંતન પંચાલ નામના ઈસમ વિરૂધ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ કરાઇ

અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના રહીશે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર બાબા સાહેબ આંબેડકર પર અભદ્ર ટીપ્પણી કરનાર કોઈ ચિંતન પંચાલ નામના ઈસમ વિરૂદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની મળતી વિગત અનુસાર અંકલેશ્વરના માટીએડ ગામે રહેતા પંકજ પરમારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઇને સંબોધી એક વાંધા અરજી કરી છે. જેમાં તા.૬/૧૨/૧૮ના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર કોઈ ચિંતન પંચાલ નામના ઈસમે બાબા સાહેબ આંબેડકર ઉપર અભદ્ર ટીપ્પણી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આવી ટીપ્પણી થી તેમને તથા તેમના સમાજની લાગણી દુભાય હોય અને દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ઉપર આવી અભદ્ર ટીપ્પણી કરનાર ચિંતન પંચાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Latest Stories