/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Game-photo04.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીનાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાનાં હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.
અંકલેશ્વર જીઆઇડીસીનાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી આગવી રીતે કરવામાં આવે છે, ભક્તિની સાથે રમતોસ્વ પણ ઉજવવામાં આવી રહ્યો હોય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
આ રમતોમાં ઉત્સાહભેર બાળકો ભાગ લઇ રહ્યા છે, અને પોતાની પ્રતિભાને ખીલવવા નો પ્રયાસ કરી રહ્યા છે, લીબું ચમચી, મણકા પરોવા, દેડકા કુદ, ત્રિપગી દોડ, જલેબી જમ્પ, સ્લો સાઇકલ જેવી રમતોમાં બાળકો ભાગ લઈને ખુશી વ્યક્ત કરે છે.
આ રમતોમાં ભાગલેતા બાળકોને પ્રોત્સાહન રૂપે દરેકને શૈક્ષણિક કીટ નિઃશુલ્ક આપવામાં આવે છે અને બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવી ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે, ગણેશોસ્તવ તેમજ રમતોસ્વને સફળ બનાવવા માટે નવદુર્ગા મિત્ર મંડળનાં હોદ્દેદારો, સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીનાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ દરમિયાન બાળકોને ભક્તિની સાથે મનોરંજ પૂરું પાડવા માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ,પ્રસ્તુત તસવીરમાં રમતમાં વિજેતા બનવા માટે કોશિશ કરતા સ્પર્ધકો નજરે પડે છે.