અંકલેશ્વરઃ 6 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા, 35 હજારનો મુદ્દામાલ કબ્જે

New Update
અંકલેશ્વરઃ  6 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા, 35 હજારનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર તાલુકા પોલીસે તાપી હોટલ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂપિયા 35 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન તાપી હોટલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમાય રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા 6 જુગારીયાને રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 22 હજાર 900 અને 6 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories