અંકલેશ્વર: અવસર એન્ટરપ્રાઈઝ કંપનીનો સંચાલક 6 દિવસના પોલીસ રિમાન્ડ પર, કરોડો રૂપિયાનું ઝડપાયું હતું ડ્રગ્સ
અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ગુજરાત, સમાચાર
આ મામલામાં ઝડપાયેલ કુલ ચાર પૈકી ત્રણ આરોપીઓ સુરત પોલીસની ગિરફતમાં છે.આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પણ નાર્કોટીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ત્યારે કંપની સંચાલક અને કેમેસ્ટર તરીકે કામ કરતા વિશાલ પટેલને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં હજુ કોણ કોણ સામેલ છે અને ડ્રગ્સ મુંબઈ સિવાય અન્ય કઈ જગ્યાએ મોકલવામાં આવતું હતું તે સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે
