• અંકલેશ્વરમાં આયોજન

  • જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો યોજાયો

  • પી.એમ.મોદીના જીવન ચરિત્રને કરાયુ રજૂ

  • 100 કલાકારોએ કર્યા મંત્રમુગ્ધ

અંકલેશ્વર જીઆઈડીસીમાં તારીખ 11 માર્ચે નમોત્સવ અંતર્ગત  મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા લોકસાહિત્યકાર સાંઇરામ દવે સહિત 100થી વધુ કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના  જીવનના  ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય “નમોત્સવ” અંતર્ગત મેગા મલ્ટીમિડિયા શો અંકલેશ્વરમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારૂતિસિંહ અટોદરીયા,ધારાસભ્ય રિતેશ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના આગેવાનો તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન-કવન અને દેશસેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી. લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમિડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો.પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાંતણે બાંદ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવનપ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિતોએ માણ્યો હતો.