/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-49.jpg)
મેઘરાજાના વિરામ બાદ નવલા નોરતાની રંગત સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગૃપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ રંગત જમાવી રહયાં છે. ગુરૂવારની રાત્રીએ નિપુલ એન્ડ ગૃપના ખેલૈયાઓ પબજી ગેમના વિવિધ પાત્રોની વેશભુષા સાથે આવ્યાં હતાં.
સાંપ્રત સમયમાં યુવાવર્ગમાં PUBGની રમતનો ક્રેઝ જોવા મળી રહયો છે ત્યારે નવરાત્રીના તહેવારને PUBG ગેમ સાથે સાંકળવાનો પ્રયાસ અંકલેશ્વરના નિપુલ એન્ડ ગૃપ દ્વારા કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં 14 વિદ્યાર્થીઓએ ગૃપની સ્થાપના કરી છે. નવરાત્રી આવવાના એક મહિના પહેલા તેઓ ગરબા મેદાનમાં છવાઇ જવા માટે અવનવા સ્ટેપ્સની પ્રેકટીસ શરૂ કરી દેતાં હોય છે. સવારે અભ્યાસમાં વ્યસ્ત રહેતા હોવાથી તેઓ રાતના 8 વાગ્યાથી પ્રેકટીસ શરૂ કરતાં હોય છે. વર્તમાન સમયમાં PUBG ગેમ ટ્રેન્ડીંગમાં ચાલી રહી હોવાથી તેમણે PUBG ગેમને ગરબા મેદાનમાં જીવંત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. ગુંજ સોશિયલ ગૃપના ગરબા મહોત્સવમાં PUBGના વિવિધ પાત્રોમાં સજજ થઇને આવેલા ખેલૈયાઓએ આર્કષણ જમાવ્યું હતું. PUBG ગેમ પર ભલે પ્રતિબંધ હોય પણ તેમણે સમાજના લોકોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો અને તેમનો આશય હતો કે રમતને પણ ગરબાના સ્ટેપ્સ થકી જીવંત કરી શકાય છે.