અંકલેશ્વર : ગણેશ મહોત્સવમાં કોમી એકતાની મિસાલ : હિંદુ - મુસ્લિમ યુવાનો કરે છે આરતી

New Update
અંકલેશ્વર : ગણેશ મહોત્સવમાં કોમી એકતાની મિસાલ : હિંદુ - મુસ્લિમ યુવાનો કરે છે આરતી

અંકલેશ્વર શહેરમાં ગણેશ મહોત્સવમાં કોમી એકતાના દર્શન થઇ રહયાં છે. પીરામણ નાકા પાસે હીંદુ અને મુસ્લિમ સમાજના યુવાનોએ ભેગા મળી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી છે.

વિવિધતામાં એકતા ધરાવતાં ભારત દેશમાં દરેક તહેવારોની રંગેચંગે ઉજવણી કરાઇ છે. અને તેમાં ગણેશ મહોત્સવ પણ સામેલ છે. અત્યારે અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ યુવક મંડળો તરફથી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરાઇ છે. પીરામણ ગામના નાકા પાસે હિંદુ અને મુસ્લિમ યુવાનોએ ભેગા મળી ગણેશ મહોત્સવ ઉજવવાનું નકકી કર્યું છે. ગણેશજીની આરતીમાં મુસ્લિમ યુવાનો પણ ભાગ લઇ રહયાં છે. બંને કોમના યુવાનોએ એકતાની મિશાલ પુરી પાડી છે.

Latest Stories