-
અંકલેશ્વરમાં ભાજપની જાહેરાત
-
નોટીફાઇડ ભાજપ યુવા મોરચાની ટીમ જાહેર
-
સરદાર પાર્ક વિસ્તારમાં બેઠક યોજાય
-
સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા
-
સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં BJP યુવા મોરચાની નવી ટીમની જાહેરાત બાદ આજે સરદાર પાર્ક ખાતે બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં BJP યુવા મોરચાની નવી ટીમની જાહેરાત બાદ સરદાર પાર્ક ખાતે બેઠક યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ કાર્યકરોનો પરિચય કરવામાં આવ્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી.આ પ્રસંગે આગેવાનો દ્વારા યુવાનોને સંગઠન પ્રત્યે સમર્પિત રહીને કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ આવનારા સમયમાં પાર્ટીની વિવિધ પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતે તમામ કાર્યકરોએ એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.સદર કાર્યક્રમમાં નવ નિયુક્ત પ્રમુખ હર્ષ વસોયા, મહામંત્રી દિલીપ કાપડિયા,ક્રિપાલસિંહ વાઘેલા તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
