અંકલેશ્વર:કર્ણાટકાથી મક્કામદીના પગપાળા નિકળેલ હજયાત્રીનું કરાયુ સ્વાગત
કર્ણાટકાથી પગપાળા પ્રવાસ ખેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ ભરૂચના અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ ગુજરાત, સમાચાર, Featured
આગામી વર્ષ ૨૦૨૫ની હજ માટે કર્ણાટકાથી મક્કા મદીના જવા પગપાળા નિકળેલ ફઝલ શેખ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.તેઓએ કર્ણાટકાથી તા.૨૧ મેના રોજ હજયાત્રાની શરૂઆત કરી હતી. પોતાની આ ઈબાદત યાત્રા દરમ્યાન તેઓ રોજના આશરે ૩૦-૪૦ કિમી અંતર કાપી રહ્યા છે અને તેઓ અગામી ૯ મહિનામાં મકકા-મદીના પહોંચશે.તેઓ અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ અને તેમની આ યાત્રામાટે શુભેચ્છાઓ પાઠવી હતી
