અંકલેશ્વર: રેલવે ટ્રેક નજીક યુવાનને આંતરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 3 લૂંટારૂઓની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર ભરૂચ
અંકલેશ્વરના ગડખોલથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી ચપ્પુની મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામની રચના નગરમાં રહેતા વિપુલ સાટીયા બે દિવસ પૂર્વે સાંજે અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન અચાનક કેટલાક ઈસમો મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા અને યુવાન પાસે ચપ્પુની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી રૂપિયા 25 હજારથી વધુના માલમત્તાની લૂંટ ચલાવી હતી.આ દરમ્યાન અન્ય એક યુવાન પણ અહીં આવી પહોંચ્યો હતો અને તેની સાથે પણ આ જ લૂંટારુઓએ લૂંટ ચલાવી હોવાનું કહેતા ફરિયાદી વિપુલ સાટીયાએ લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને એક લૂંટારૂને પકડી પાડ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ પોલીસે 3 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલામાં પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ શાંતિ નગરમાં રહેતા સાદાબ ખાન,ઇમરાન સૈયદ અને ફિરોઝ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
