• અંકલેશ્વરમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન

  • પોસ્ટલ બેલેટથી મતદાનનું કરાયુ આયોજન

  • જિનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન

  • પોલીસકર્મીઓએ કર્યું મતદાન

  • પોલીસકર્મીઓમાં જોવા મળ્યો ઉત્સાહ

અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે પોલીસ કર્મચારીઓ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
અંકલેશ્વર તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે ત્યારે ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી  અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે  ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું  છે.આજરોજ અંકલેશ્વર  તાલુકા પંચાયતની 23 બેઠકો , જિલ્લા પંચાયતની 5 બેઠકો અને નગરપાલિકાની 36 બેઠકો માટે પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.