સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે. વરસાદની ઘટ, રોગચાળો અને જીવાતના ઉપદ્રવથી પાક ઉત્પાદન ઘટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં તમામ પાકનુ 2 લાખ 13 હજાર 651 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.જેમાં ચોમાસુ પાકમાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકનુ મુખ્યત્વે વાવેતર થયું છે.સૌથી વધુ મગફળીનું 82 હજાર 632 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેની વાત કરીએ તો આ વર્ષે તો પહેલા વરસાદ ખેંચાયો અને પાક મુરઝાવા લાગ્યો ત્યારબાદ પાકમાં વિવિધ રોગ, ફુગજન્ય રોગ, વિવિધ જીવાત અને ડોર પડવાને લઈ નુકસાન જોવા મળ્યુ છે. જેના કારણે ખેડુતોના પાકનુ ઉત્પાદન ઘટવાની ચિંતા ખેડુતોને સતાવી રહી છે.
ખેડુતોના પાકની વાત કરીએ તો જે ખેડુતોએ 30થી 35 મણ ઉત્પાદનની આશા રાખી હતી,તે ખેડુતો ને 20 થી 25 મણ જ ઉત્પાદન મળી શકે તેમ છે. જેથી ખેડુત મુરજાયો છે.વાવેતર અને ખર્ચાની વાત કરીએ તો ખેડુતોને મગફળીના એક વીઘા પાક પાછળ 40 થી 45 હજાર રૂપિયા નો ખર્ચ થાય છે.જેમાં બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી સહિતનો ખર્ચ થાય છે.છતા પણ આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતાઓ જોવા મળી છે.તો આ ઉપરાંત પાક માં વિવિધ રોગ, ફુગજન્ય રોગ, ડોર નામની જીવાત આવતા ખેતરોમાં નુકસાન થયું છે.
