અંકલેશ્વર: હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં રંગોળી અને દીવા બનાવી વિદ્યાર્થીઓએ કરી દીપાવલીની ઉજવણી
ભરૂચના હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ વેકેશનના અંતિમ દિવસે શાળામાં દિવાળી તહેવારને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર
ભરૂચના હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ વેકેશનના અંતિમ દિવસે શાળામાં દિવાળી તહેવારને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ માટીના દીવડા બનાવ્યા હતા જયારે પુષ્પોનો ઉપયોગ કરી રંગોળી બનાવવામાં આવી હતી.સાથે વિદ્યાર્થીઓએ ઘઉંના લોટમાંથી દીવડા બનાવી આરતીની થાળી શણગારી હતી.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક નરેશ પટેલ, દિપીકાબેન તલાવીયા,જનકકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંતે બાળકોએ ફટાકડા ફોડી દીપોત્સવની ઉજવણી કરી હતી.
