• અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચુંટણી

  • આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે

  • કર્મચારીઓને મતદાન મથકો પર કરવામાં આવ્યા રવાના

  • પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

  • તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાય

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને રાખી વિવિધ સેન્ટરો પરથી ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ પરથી વહેંચવામાં આવી છે.તંત્ર દ્વારા ઝોનલ અધિકારીઓ, બુથ લેવલ ઓફિસરો (BLO) અને પ્રીસાઈડિંગ ઓફિસરોને EVM અને બેલેટ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.
ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ આરોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ORS ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે મતદાન યોજાશે.તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.