ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.)ના 438મા સંદલ અને ઉર્ષની મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષોની પ્રણાલિકા મુજબ અંકલેશ્વર શહેરના શહેનશાહ અને દરેક ધર્મના લોકો જેમની અનહદ ચાહના છે અને અકીદત રાખનાર અને કૌમી એકતાના પ્રતીક એવા સૂફી સંત હઝરત હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.)નું ઉર્ષ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઇનને અનુસરીને ગત તા. 3 ફેબ્રુઆરીએ 438મા સંદલ શરીફની સાદગીપૂર્વક દુરુદો સલામ સાથે સૈયદ સાદાતો તથા અકીદતમંદો દ્વારા પવિત્ર મઝાર શરીફ પર સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું.
સજ્જાદાનશીન હઝરત મનશુર અલી ઇનામદાર, હઝરત ર્ડા. ફરહાદ ઇનામદાર, હઝરત છોટુ બાવા, હઝરત મોઇન બાવા, હઝરત જિયાઉદ્દીન બાવા, રફીયુદ્દીન પીરઝાદા, સૈયદ ઝૈનુલ આબેદીન બાવા ઉર્ફે (મુન્નાબાવા), સૈયદ ગ્યાસુદ્દીન બાવા, રફીક કાદરી બાવા, સૈયદ હસન વઝીફાદાર, સૈયદ અતિક બાવા, સૈયદ આમીરબાવા, સૈયદ આરીફ બાવા (પૂર્વ કોર્પોરેટર), સૈયદ આબીદ બાવા, સૈયદ અર્શદ બાવા, સૈયદ શફી બાવા, સૈયદ સાજીદ પ્યારે બાવા, સૈયદ જલાલુદ્દીન કુરેશી, સૈયદ અનીશ કુરેશી, મૌલાના ગુલરેઝ અશરફી, મુજાવર સાદિક તથા અકીદતમંદોએ સાદગીપૂર્વક સંદલ શરીફ પેશ કર્યું હતું. આ પ્રસંગે સૈયદ સાદાતો દ્વારા દેશની ઉન્નતિ, પ્રગતિ અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી. સાથે જ વહેલામાં વહેલી તકે દેશ અને દુનિયાને કોરોના મહામારીમાંથી છુટકારો મળે અને લોકો સ્વસ્થ-તંદુરસ્તીની જિંદગી ગુજારે એવી દુઆઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો વસીમ ફડવાલા, ઝુલ્ફીકાર બાલા ઉર્ફે પીનનુ બાલા, સાનું મિર્ઝા, ઇકબાલ સિંધી, એડવોકેટ ફારૂક શેખ, મુંજુ મિર્જા, મોહમ્મદ અલી શેખ સહિતના આગેવાનો મજાર શરીફ પર ઉપસ્થિત રહ્યા હતા.
