અંકલેશ્વર : તલાટી કમ મંત્રીને સોગંદનામાની સત્તાનો વકીલ મંડળ દ્વારા વિરોધ

New Update
અંકલેશ્વર : તલાટી કમ મંત્રીને સોગંદનામાની સત્તાનો વકીલ મંડળ દ્વારા વિરોધ

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા તલાટીઓને 22 જેટલા દસ્તાવેજોમાં સોગંદનામું કરવાની સત્તા આપવાના પરિપત્રનો વિરોધ કરી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવાયું હતું. 

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના પ્રમુખ અનંત પોખરીયાલની અધ્યક્ષતા હેઠળ મિટિંગ મળી હતી. જેમાં તલાટીઓને 22 જેટલા દસ્તાવેજોમાં સોગંદ નામાની સત્તા આપવાના પરિપત્ર અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરાને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તલાટીઓને સોગંદ નામાની સત્તા આપવા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે પરિપત્રથી અંકલેશ્વર કોર્ટના વકીલો અને નોટરીની કામગીરી ઠપ થશે ત્યારે આ પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે વકીલ મંડળના ઉપપ્રમુખ કમલેશ મોદી, આઈ. જી શેખ સહીતના વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. 

Latest Stories