• ભરૂચથી સુરતને જોડતો મહત્વનો બ્રિજ

  • હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદીનો બ્રિજ

  • બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

  • મજબૂતાઈ ચકાસવામાં આવી

  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાય કામગીરી

ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું
ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઉભુ રાખી ડિજિટલ મીટરના માધ્યમથી  લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી 3 કલાક સુધી ચાલી હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા 7 દિવસનો સમય લાગી શકે છે.સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે.બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે. પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે.આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટ તાલુકાના ગ્રામજનો કરે છે. નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.