• અંકલેશ્વરના ગડખોલ પાટીયા નજીકના દ્રશ્યો

  • અયપ્પા મંદિર નજીક પાણી ફરી વળ્યા

  • ઉકાઈ જમણા કાંઠા કેનાલ થઈ ઓવરફ્લો

  • કેનાલમાં તાજેતરમાં જ છોડયું છે પાણી

  • સમારકામ અર્થે કેનાલ હતી બંધ

અંકલેશ્વરમાં ભર શિયાળી ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.ગડખોલ પાટિયા નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં માર્ગો પર પાણી પાણી જોવા મળ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા નજીક ભર શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં આજે ફરીથી પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી, જેના કારણે પાણી માર્ગ પર ફરી વળ્યા હતા.કેનાલ ઓવરફ્લો થવાથી અયપ્પા મંદિર નજીક રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે સમારકામ અર્થે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ છેલ્લા 35 દિવસથી બંધ રાખવામાં આવી હતી. આજે ફરીથી કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ છે.આ અંગે નહેર વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ નહેરનું સ્ટ્રક્ચર નવું હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ છે અને કનેક્ટેડ કેનાલના ગેટ બંધ છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોય શકે છે.આ બાબતે નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે.