/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-9.jpg)
અંકલેશ્વરના યુવાને મહિલાઓ માટે ખાસ ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ બનાવ્યું છે. યુવાને તૈયાર કરેલી વેબસાઇટ પરથી બ્રાન્ડેડ કપડાઓની બજાર કરતાં સસ્તા ભાવથી ખરીદી કરી શકાશે. કપડાઓની ખરીદી માટે હવે મહિલાઓને અન્ય શહેરોમાં જવાની ઝંઝટમાંથી મુકિત મળશે.
આપના ટીવી સ્ક્રીન પર દેખાતો યુવાન છે સીજીન નાયર, સીજીન નાયરે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાંથી એમસીએનો અભ્યાસ કર્યો છે. કેરળના મુળ વતની પણ અંકલેશ્વરમાં ઉછરેલા સીજીની પોતાના શહેર અંકલેશ્વર માટે કઇ કરી છુટવાની ભાવના સાથે ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મની રચના કરી છે. તેમણે તેમના પત્ની અને પરિવારના અન્ય સભ્યોની મદદથી સુઇ ધાગા ફેશન હબની રચના કરી છે. મહિલાઓ માટે ખાસ આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેની મદદથી મહિલાઓ કુર્તી, લેંગીન્સ, પ્લાઝો સહીતના કપડાઓની અનેક વેરાયટીઓ બજાર કરતાં સસ્તા ભાવથી ઓનલાઇન શોપીંગના માધ્યમથી ખરીદી કરી શકશે. અંકલેશ્વર તથા આસપાસની મહિલા ગ્રાહકોને ફ્રી હોમ ડીલીવરી આપવામાં આવશે.