ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો.રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે વધુ બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા બનશે.
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત, કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે.
