• જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા વિકાસ કાર્યો

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકાર્પણ

  • આઇકોનિક બસપોર્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

  • સાંસદ કાર્યાલયસમરસ હોસ્ટેલ અને લાયબ્રેરીનું લોકાર્પણ

  • નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી : ભુપેન્દ્ર પટેલ 

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી રહી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર પણ વધુ તેજ બની છેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા આઇકોનિક બસપોર્ટભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલસાંસદ કાર્યાલયસમરસ હોસ્ટેલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કેગુજરાત રાજ્યના નાનામાં નાના ગામડાઓમાં સારા રસ્તા અને પીવાના પાણીની સુવિધા પહોચી છે. અરવલ્લી જિલ્લાના નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરરાજ્યમંત્રી ભીખુસિંહ પરમારસાંસદ શોભના બારૈયાભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા સહીતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.