બાયડના ચોઈલા ગામે તબેલામાં આગ : બે ગાય બળીને ભડથું

New Update
બાયડના ચોઈલા ગામે તબેલામાં આગ : બે ગાય બળીને ભડથું

અરવલ્લી જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવતા ગરમીથી શેકાઇ રહ્યો છે ત્યારે જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓ પણ છાશવારે બની રહી છે. જિલ્લામાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેને કારણે માર્ગો પર અગનજ્વાળાઓનો અહેસાસ થતો હોય તેવું લાગી રહ્યું છે. બાયડ તાલુકાના ચોઇલા ગામે આગ લાગતા બે ગાયો આગમાં ભડથું થઇ જતાં પશુપાલક આઘાતમાં સરી પડ્યાં છે.

બાયડના ચોઇલા ગામમાં એક તબેલામાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાને કારણે સામાન્ય લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોત જોતામાં આગે આખા તબેલાને તેની ઝપેટમાં લેતા બે ગાય આગમાં બળી ગઇ હતી. આગની જાણ થતાં આસપાસના લોકોએ આગને બુઝાવવા અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો, સ્થાનિક લોકોએ આગ વર કાબૂ તો મેળવ્યો પણ બે અબોલા પશુઓ આગમાં ભડથું થઇ ગયા.

Latest Stories