/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-96.jpg)
અરવલ્લી જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે ૬ લોકોના ડૂબી જવાની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યું છે, જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે અધિકારીઓ સાથે બેઠક યોજી કોઇ વ્યક્તિ નદીમાં ન ઉતરે તે માટે કડક સૂચન કર્યું હતું, અને આ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તમામ પંચાયતને જાહેરનામાનો અમલ કરાવવા જાણ કરાઈ છે. મોડાસા તાલુકામાં મોટા પાયે ગણેશ મહોત્સવ ઉજવાય છે, ત્યારે મોડાસા નગર પાલિકા દ્વારા શહેરના ઓધારી તળાવમાં ગણેશ વિસર્જન કરવા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. તળાવને તારથી કોર્ડન કરાયો છે, આ સાથે લોકોની ભીડ ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગણેશ વિસર્જન દરમ્યાન તળાવની આસપાસ તરવૈયાઓ તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ ખડેપગે હાજર રહેશે.