/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-421.jpg)
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા ભાગના ગામડાઓમાં પાણી ભરાયા હતા.મોડાસા તાલુકાના દધાલીયા, વરથુ મરડીયા અને અન્ય ગામડાઓમાં જાહેર રસ્તાઓ પર ભારે માત્રામાં પાણી વહ્યુ હતું. આ દરમ્યાન દધાલીયા ગામે એક મહિલા રસ્તો ઓળંગતી વેળા પાણીમાં ખેંચાઇ ગઇ હતી. જો કે સ્થાનિક લોકોએ તેનો જીવ બચાવી લીધો હતો.
અરવલ્લી જીલ્લામાં ફરીથી મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઇ છે. આપ જોઇ રહયાં છો તે વડીયો દધાલીયા ગામનો છે.વિડીયોમાં જોઇ શકાય છે કે એક પરિવાર પાણીના વહેણમાં ચાલવાની કોશીશ કરે છે. ત્યારે અચાનક સ્ત્રીનો હાથ છુટી જતા પાણીના ધસમસતા પ્રવાહમાં 40 ફુટ સુધી તણાઇ હતી.જોકે સ્થાનિક લોકો અને પરિવાજનોએ બુમાબુમ કરતા ગામના લોકો દોડી આવ્યાં હતાં. ડુંગર પરથી આવતા પાણીનો પ્રવાહ એટલા બધો હતો મહિલાને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો મોડાસા નજીક વરથુ, મોતીપુરા અને જંબુસર, સરડોઈ, લાલપુર, પાદર, શામપુર,સજાપુર, ટીંટીસર પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહયો છે.