/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-419.jpg)
મોડાસા તાલુકા પંચાયતમાં BLOની તાલીમમાં સામાન્ય બોલાચાલીએ તૂલ પકડતા, મામલો બિચક્યો હતો અને તમામ બીએલઓ તાલીમનો બહિષ્કાર કરી બહાર નીકળી જતાં દોડધામ મચી હતી. અધિકારીએ બીએલઓને અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મોડાસા તાલુકા પંચાયત ખાતે તાલુકાના BLOની બેઠક ચૂંટણી અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં એન્ડ્રોઈડ એપ થકી કામગીરી કરવા માટે ચૂંટણી પંચ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન અધિકારીઓએ એક બીએલઓને અપમાનિત કર્યા હોવાની વાતે મામલો બિચકયો હતો. જોત જોતામાં તાલીમમાં જોડાયેલા તમામ બીએલઓ રૂમમાંથી બહાર નીકળી ગયાં હતાં. આગામી સમયમાં BLOની કામગીરી નહીં કરે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ચૂંટણલક્ષી તાલીમમાં થયેલા હોબાળાને લઇને વિવાદ ઉભો થયો છે. હવે તમામ શિક્ષકોએ BLOની મોબાઈલ એપથી કામગીરી ન કરવાની ચિમકી ઉચ્ચારી છે અને તેઓ આગામી સમયમાં શિક્ષણ સંઘનું મંતવ્ય લેશે અને ત્યારબાદ આગામી રણનિતિ નકકી કરશે.