અરવલ્લી: રતનપુર બોર્ડર ઉપર આતંકી હુમલાને મુદ્દે સડક સીમાઓ પર સઘન ચેકિંગ

New Update
અરવલ્લી: રતનપુર બોર્ડર ઉપર આતંકી હુમલાને મુદ્દે સડક સીમાઓ પર સઘન ચેકિંગ

અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે, દિલ્હી તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કલમ ૩૭૦ હટાવા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને દરિયાઈ તેમજ ગુજરાતની પ્રવેશતી સીમાઓ પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે. ખાસ કરીને આગામી પંદરમી ઓગસ્ટને લઇને પણ પોલિસ સુરક્ષા રતનપુર સીમા પર વધારવામાં આવી છે.

દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વાહનોને પોલિસ કર્મીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે, સ્વતંત્રા પર્વની ઉજવણીમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલિસ તંત્ર સજ્જ છે.

Latest Stories