અરવલ્લી : મેઘાવી માહોલ વચ્ચે નવલા નોરતાનો અનેરો ઉત્સાહ

ગુજરાતના સૌથી મોટા પર્વ એટલે નવલી નવરાત્રીનો રવિવારના રોજથી આરંભ થવા જઇ રહ્યો છે, પણ મેઘરાજા આ વર્ષે મહેરબાન હોવાથી ખેલૈયાઓને નારાજ કરી શકે છે પણ આયોજકોનો પોતાની તૈયારીએ તો તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે ગરબા આયોજકો મૂંજવણમાં મુકાઈ ગયા છે. અરવલ્લી જિલ્લામાં બે દિવસથી ધીમીધારે વરસાદથી નવરાત્રી ચોકમાં પાણી ભરાયેલા છે તો ક્યાંક કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરાય છે. જો કે મેઘરાજા રંગતાળીમાં હાથ તાળી તો નહીં આપે ને ચિંતા આયોજકોમાં છવાયેલી જોવા મળી રહી છે.પણ ખેલૈયાઓનો જુસ્સો જોતા આયોજકો મક્કમ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જાળવી રાખવા માટે પણ પોલીસતંત્રએ આયોજન ઘડી કાઢયું છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે તેમજ ચોરી અને નાની મોટી ઘટનાઓ ન ઘટે તે માટે ગરબાના સ્થળ તેમજ પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી લગાવવા માટે આયોજકોને આદેશ કરવામાં આવ્યો છે. કોઇપણ પરિસ્થિતિમાં મદદ માટે હેલ્પલાઈનના સો નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા ડીવાયએસપી ફાલ્ગુની પટેલે જણાવ્યું છે.નવરાત્રી પર્વની ખેલૈયાઓ વર્ષ દરમિયાન આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે, પણ આ વર્ષે મેઘરાજા કદાચ નવરાત્રમાં પાડી શકે છે.